Posts

Showing posts from December, 2025

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા રાહત દરે અડદિયા વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી.

Image
 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ શુદ્ધ ઘી માંથી બનાવેલા અડદિયા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા શિયાળાની શરૂઆતમાં રાહત દરે અડદિયા વિતરણની કામગીરી આ વર્ષે પણ શરૂ થઈ ગઈ છે. શુદ્ધ ઘી તથા ડ્રાયફૂટ સાથે બનાવેલા અડદિયા નાતિજનોને રાહત દરે વિતરણ કરવામાં આવશે. સર્વે ગુર્જર સુતાર જ્ઞાતિ વધુ માં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી અને સંપર્ક માટે નીચે ફોન અને મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. ફોન : 0281-2222445, મોબાઈલ : 8405840508

જૂનાગઢ જિલ્લાની ચિ.પરિ હિતેશભાઈ પંચાલ ( પીઠવા )એ લુહાર સમાજનું નામ રોશન કર્યું

Image
જૂનાગઢ જિલ્લા ના ધોરાજીના મુળ વતની અને હાલ અમદાવાદમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા હિતેશભાઈ પંચાલ ( પીઠવા ) ની દિકરી ચિ.પરિ નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને એરક્રાફ્ટની ફિલ્ડમાં રસ દાખવતી.અવનવા વિમાનની ટેકનોલોજી જાણવામાં રસ ધરાવતી ચિ.પરિએ પરીએ વેસ્ટર્ન ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ( અંગ્રેજી માધ્યમ ) માં થી CAR -147 Approved Basic Course B 1.1( Aeroplane Turbine ) Category માં પૂર્ણ કરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હાલ અમદાવાદ એરપોર્ટ પર નોકરી સ્વીકારી પોતાના જીવનના લક્ષ્યના પાર પાડવા આગળ વધી રહી છે.   એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયર બનવાનો પોતાના જીવનનો મુખ્ય ધ્યેય છે.ચિ પરિ પોતાની આ સિધ્ધિ હાંસલ કરવા ઘરકામ કરતી માતા અને પિતાની મેહનતને ગણાવે છે  ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા ચિ.પરિની હર મનોકામના પૂર્ણ કરે  માહિતી  અશોક આર.પીઠવા , વલ્લભ વિદ્યાનગર ,

રાજકોટ ખાતે GHP ગ્રુપ દ્વારા 5 દિવસમાં 1300 કિલો અડદિયા વિતરણ...

Image
GHP ગ્રુપ દ્વારા આયોજિત શુદ્ધ ઘી–ડ્રાયફ્રૂટ અડદિયા વિતરણ યોજના સમાજમાં ઉત્સાહજનક પ્રતિસાદ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. માત્ર 5 દિવસના ટૂંકા સમયમાં કુલ 1300 કિલો અડદિયાનું વિતરણ કરવામાં આવ્યું, જે સમાજની એકતા અને વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બન્યું. આ સમગ્ર કામગીરી NO PROFIT – માત્ર સમાજ સેવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી. અડદિયાને મળેલા પ્રેમ, સહકાર અને વિશ્વાસ બદલ તમામ જ્ઞાતિજનોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. 📞 ઓર્ડર માટે: 81282 24365 અહેવાલ : હિરેનભાઈ કલોલિયા, રાજકોટ 

મોવૈયા (પડધરી) ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ

Image
પડધરી તાલુકાના મોવૈયા ગામ ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ગ્રામ્ય વિસ્તાર-મોવૈયા (પડધરી) દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ — શ્રી વિશ્વકર્મા દાદા મંદિરનો ૧૨મો પાટોત્સવ, શ્રી સરસ્વતી સન્માન સમારોહ તથા દાતાશ્રીઓનું સન્માન — તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી અત્યંત ભવ્ય, શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સવારે વહેલી સવારે ૬:૩૦ કલાકે ધ્વજારોહણ અને આરતી સાથે કાર્યક્રમનો શુભ આરંભ થયો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા છવાઈ ગઈ હતી. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે હેમાદ્રી પુજનની વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી. બપોરે ૧૨:૦૦ કલાકે બિડું હોમવાનું વિધિ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા ગ્રામજનોએ ભાવપૂર્વક હાજરી આપી હતી. બપોરે ૧૨:૩૦ કલાકે ભોજન પ્રસાદનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદ વ્યવસ્થા ભોજન પ્રસાદના દાતાશ્રીઓ શ્રી હર્ષદભાઈ બકરાણિયા (ઉપપ્રમુખશ્રી, શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ, રાજકોટ), શ્રી ઉમંગ એચ. બકરાણિયા (સાંજના મહાપ્રસાદના દાતા), તેમજ શ્રી નિરજભાઈ ધનજીભાઈ જાદવાણી અને શ...