જૂનાગઢ જિલ્લાની ચિ.પરિ હિતેશભાઈ પંચાલ ( પીઠવા )એ લુહાર સમાજનું નામ રોશન કર્યું
જૂનાગઢ જિલ્લા ના ધોરાજીના મુળ વતની અને હાલ અમદાવાદમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા હિતેશભાઈ પંચાલ ( પીઠવા ) ની દિકરી ચિ.પરિ નાનપણથી જ ભણવામાં હોંશિયાર અને એરક્રાફ્ટની ફિલ્ડમાં રસ દાખવતી.અવનવા વિમાનની ટેકનોલોજી જાણવામાં રસ ધરાવતી ચિ.પરિએ પરીએ વેસ્ટર્ન ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ( અંગ્રેજી માધ્યમ ) માં થી CAR -147 Approved Basic Course B 1.1( Aeroplane Turbine ) Category માં પૂર્ણ કરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હાલ અમદાવાદ એરપોર્ટ પર નોકરી સ્વીકારી પોતાના જીવનના લક્ષ્યના પાર પાડવા આગળ વધી રહી છે.
એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયર બનવાનો પોતાના જીવનનો મુખ્ય ધ્યેય છે.ચિ પરિ પોતાની આ સિધ્ધિ હાંસલ કરવા ઘરકામ કરતી માતા અને પિતાની મેહનતને ગણાવે છે
ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા ચિ.પરિની હર મનોકામના પૂર્ણ કરે
માહિતી અશોક આર.પીઠવા , વલ્લભ વિદ્યાનગર ,

Comments
Post a Comment